મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મંદી-મોંઘવારીની તડાફડી વચ્ચે દિવાળીની રાતે મોરબીમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા ફૂટશે: વેપારીઓ રાજીરાજી


SHARE







મંદી-મોંઘવારીની તડાફડી વચ્ચે દિવાળીની રાતે મોરબીમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા ફૂટશેવેપારીઓ રાજીરાજી

મોરબીની બજારોમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને ફટાકડામાં છેલ્લા વર્ષ કરતાં ભાવમાં વધારો છે તો પણ લોકો દ્વારા મંદી અને મોંઘવારીની તડાફડી વચ્ચે ફટાકડા ફોડવાનું મન બનાવી લેવામાં આવ્યું છે અને ફટાકડાની ધૂન ખરીદી કરી રહ્યા છે અને આ વર્ષે ફટાકડાના ભાવ ઊંચા હોવા છતાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીમાં ૧૨ કરોડથી વધુના ફટાકડા લોકો ફોડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

દર વર્ષે દિવાળી પેહલા જેવી ઘરાકી માર્કેટમાં જોવા મળતી હોય છે તેવી ઘરાકી આ વર્ષે અગાઉ જોવા મળતી ન હતી જેથી કરીને સિઝન ફેઇલ જશે તેવું વેપારીઓને લાગતું હતું જો કે, છેલ્લા બે ત્રણ દિવસથી બજારમાં તહેવારની ખરીદી જોવા મળી રહી છે અને ખાસ કરીને ચાલુ વર્ષે બજારમાં ફટાકડા લેવા માટે લોકોની વધુ ભીડ જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, દરેક આઈટમના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૩૦ થી ૪૦ ટકા જેટલો ભાવ વધારો થઇ ગયો છે તો પણ લોકોએ દિવાળીમાં ધૂમ ફટાકડા ફોડવા માટેનું નક્કી જ કરી લીધું હોય તે રીતે હાલમાં જુદાજુદા સ્ટોલ  અને દુકાનોમાંથી લોકો દ્વારા હજુ પણ ફટાકડાની ખરીદી કરવામાં આવી રહી છે જેથી વર્તમાન સમયમાં મંદી અને મોંઘવારીની તડાફડી ફૂટી જ રહી છે તેવા માહોલની વચ્ચે પણ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આજે દિવાળીની એક જ રાતમાં ૧૨ કરોથી વધુના ફટાકડા લોકો દ્વારા ફોડવામાં આવશે તેવું વેપારીઓ પાસેથી જાણવા મળેલ છે મોરબીમાં ફટાકડાની માર્કેટમાં દિવાળી ઉપર આ વર્ષે ઘણી નવી આઇટમો આવી છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે સામાની રીતે કિક ફાયરએનિમલ શોવરજમ્પરમોરટીનટીનહોત વ્હીલગોલ્ડન સ્પીનલનાઈટ સીનફોનીગોલ્ડન વિલો સહિત મોટા આવાજ કરે તેવી ઘણી વેરાઈટી બજારમાં જોવા મળી રહી છે અને લોકો પોતાના શોખ મુજબના ફટાકડા હાલમાં બજારમાંથી લઈ રહ્યા છે






Latest News