મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ઉભેલ ત્રણ મહિલામાંથી એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેન પેન્ડલની ચીલઝડપ


SHARE







મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં ઉભેલ ત્રણ મહિલામાંથી એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેન પેન્ડલની ચીલઝડપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે ચિત્રકૂટ શેરી નં-૪ માં ત્રણ મહિલાઓ ઘર પાસે ઉભી હતી ત્યારે ડબલ થવાની બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સ દ્વારા સોનાના ચેન અને પેન્ડલની ચીલઝડપ કરવામાં આવી હતી અને ૭૫ હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના લઈને બંને શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ વૃદ્ધા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી સામે ચિત્રકૂટ શેરી નં-૪ માં રહેતા મૂળ જસમતગઢના રહેવાસી જોસનાબેન અંબારામભાઈ રંગપરિયા જાતે પટેલ (ઉંમર ૫૭) એ બે અજાણ્યા શખ્સોની સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ તેમજ દૂધીબેન પીતાંબરભાઈ ભૂત અને દયાબેન કિશોરભાઈ કાસુન્દ્રા પોતાના ઘર પાસે ઉભા હતા દરમિયાન અજાણ્યા બે શખ્સો ડબલ સવારી બાઇકમાં ત્યાં આવ્યા હતા અને ત્યારે જોસનાબેને ગળામાં પહેરેલ સોનાના ચેન તથા સોનાના શ્રીનાથજીના પેન્ડલની ચીલ ઝડપ કરવામાં આવી હતી અને કુલ મળીને ૭૫ હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ઝડપ કરીને બાઈકમાં આવેલા અજાણ્યા બંને શખ્સો સ્થળ ઉપરથી નાસી ગયા હતા જેથી ભોગ બનેલ વૃદ્ધા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News