મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ


SHARE







મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ચીફ સ્પોક પર્સન મનીષભાઈ દોશી દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ સૌરાષ્ટ્રમાં ચાલુ કરવામાં આવેલ મીડિયા સેન્ટર બાદ અલગથી મીડિયા ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઉતર ગુજરાત યુનવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો. નીદત બારોટને સૌરાષ્ટ્ર મીડિયા ઝોનનાં ઇન્ચાર્જ બનાવાયા છે.

સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લામાંથી જુદા જુદા ૧૨ કાર્યકર્તાની કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી પ્રવક્તાની ટીમમાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષની વિચારધારાને લોકો સુધી સહેલાઇથી પોહચાડી શકાશે કેમ કે, તે ડાઉન ટુ અર્થ રહીને કામગીરી કરી રહ્યા છે

હાલમાં કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર ઝોનની ટીમમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે આનંદભાઈ ગોહિલ, પ્રવક્તા તરીકે મિહીરભાઈ મહેતા, દેવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ લાખાણી, તુસીતભાઈ પાનેરી, યુવરાજસિંહ પરમાર, કૃષ્ણદત્ત રાવલ, ધીરજભાઈ શિંગાળા, ભરતભાઈ ભીલ, ધનશ્યામભાઈ ભટ્ટી, સંગીતાબેન ચાંડપા અને રોહિતભાઈ રાજપુતનો સમાવેશ કરાયો છે

આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં વિચારોને અને સરકાર આવ્યા બાદ કોંગ્રેસએ કરેલા વાયદાઓને લોકો સુધી પોહચાડવામાં મહત્વનો ભાગ ભજવશે. આ તકે કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશી અને ડો.નીદત બારોટ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ આ ટીમની તાલીમનાં કાર્યક્રમોનું આયોજન થશે અને આ તમામ પ્રવકતા ઓને જિલ્લામાં મીડિયા ટીમ ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવશે.






Latest News