મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ૧૭ લાખના ખર્ચે બનશે ગ્રામ પંચાયત ભવન


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામે ૧૭ લાખના ખર્ચે બનશે ગ્રામ પંચાયત ભવન

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે નવા ગ્રામ પંચાયતના બિલ્ડિંગનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને આ બિલ્ડીંગ ૧૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર છે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૨૬૦૦ થી વધુ ગ્રામ પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યા છે તેમ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર ખાતે જીર્ણ થયેલા પંચાયત ભવનને સ્થાને અદ્યતન ટકાઉ મજબૂત અને સુવિધાસભર ગ્રામ પંચાયત ઘર નિર્માણ પામશે. સરકાર દ્વારા તમામ ક્ષેત્રે નિષ્ઠા, પારદર્શિતા અને પ્રામાણિકતાથી તમામ વિકાસ કાર્યો કારવામાં આવી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી, વહીવટદાર ઈશ્વરભાઈ કાસુન્દ્રા, પૂર્વ સરપંચ બાલકૃષ્ણભાઈ, પૂર્વ ઉપસરપંચ પ્રવિણભાઈ, મોરબી તાલુક પંચાયતના માજી પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, હર્ષદભાઈ પાંચોટીયા, રવજીભાઈ ભાંખોડીયા, દુર્લભજીભાઈ, સવજીભાઈ સુરાણી, કાંતાબેન, ગોવિંદભાઈ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News