મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે


SHARE











મોરબીમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં મોરબીના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સરકારના જુદાજુદા વિભાગો દ્વારા ૩૦૦ થી વધુ યોજનાઓ હેઠળ ૨૩૦૦ થી વધુ લાભાર્થીઓને જુદીજુદી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે

સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ હેતુ અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને સંલગ્ન વિવિધ આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે હાલ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયતના ચેરમેન હીરાભાઈ ટમારિયા, અશોકભાઇ ચાવડા, ભાવાનભાઇ ભાગીયા, દિનેશભાઇ ભોજાણી, સુરેશભાઇ સીરોહિયા, પ્રભુભાઈ કામરીયા, હંસાબેન પારેઘી, કે.કે. પરમાર, જેઠાભાઇ પારઘી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ત્યારે લોકોને સંબોધતા કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળા અન્વયે પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, ઉદ્યોગ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા સરકારની જુદીજુદી ૩૦૦ થી વધુ યોજના હેઠળ ૨૩૦૦ થી વધુ મોરબી જિલ્લાના લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે અને અગાઉની સરકારમાં કેવા કામ થતાં હતા અને હાલમાં કેવા કામ થાય છે તે લોકો સારી રીતે જાણે છે જેથી કરીને આગામી સમયમાં ચૂંટણી સમયે મફત વાળા કે પછી અગાઉ કારસ્તાન કરેલ છે તે પક્ષના આગેવાનો આવે ત્યારે તેને મતદારો તમારી રીતે જવાબ આપજો. વધું પત્રકારો સાથે વાત કરતાં મંત્રીએ આગામી સમયમાં ગુજરાત અને દેશમાં ભાજપ સરકાર જ રહેશે તેવો વિષવાસ વ્યક્ત કર્યો હતો જો કે, અન્ય મુદાઓ ઉપર પાર્ટીના પ્રવકતા જવાબ આપશે તેવી કહીને કશું જ બોલવાનું ટાળ્યું હતું 






Latest News