તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીથી મિત્રને વાંકાનેર રેલ્વે સ્ટેશનને મૂકીને પરત ફરતા બે મિત્રોના બાઈકને ટ્રક ચાલકે હેડફેટ લેતા એકનું મોત, એક રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીથી મિત્રને વાંકાનેર રેલ્વે સ્ટેશનને મૂકીને પરત ફરતા બે મિત્રોના બાઈકને ટ્રક ચાલકે હેડફેટ લેતા એકનું મોત, એક રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક ગત મોડી રાત્રિના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં મોરબીથી ત્રિપલ સવારીમાં બાઈકમાં મિત્રને વાંકાનેર રેલ્વે સ્ટેશને મુકવા ગયેલા અને ત્યાંથી પરત ડબલ સવારીમાં મોરબી આવી રહેલા યુપીના બે યુવાનોના બાઈકને ટ્રક ચાલકે હડફેટ લેતા સર્જાયેલ ગોઝારા વાહન અકસ્માતમાં મૂળ ઉત્તરપ્રદેશના એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું જ્યારે એકને ઈજા પહોંચતા તેને મોરબી બાદ વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ શૈલેષ કાંટાની પાસે ગત મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે ડબલ સવારીમાં જતા બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઘટના સ્થળ જ પ્રેમભાઇ દેવાનંદભાઈ શર્મા (ઉમર ૨૫) રહે.કબીર ટેકરી મોરબી મૂળ રહે.ઉત્તરપ્રદેશનું મોત નીપજ્યું હતું.જ્યારે તેની સાથે રહેલા રાજન પ્રભાસભાઈ શર્મા (ઉમર ૧૯) રહે.કબીર ટેકરી મોરબી મૂળ ઉત્તરપ્રદેશ વાળાને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજમેરી તથા રાઇટર શૈલેષભાઈ પટેલ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મૃતક પ્રેમભાઇ શર્મા તથા રાજનભાઈ શર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ અહીં મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં રહે છે અને તેઓ અહીંયા મોરબી ખાતે સુથારી કામની મજૂરીનું કામ કરતા હતા ગત મોડી રાત્રિના પ્રેમભાઈ અને રાજનભાઈ તેમનો એક મિત્રને વાંકાનેર રેલવે સ્ટેશનને મૂકવા માટે ત્રીપલ સવારીમાં બાઈકમાં મોરબીથી વાંકાનેર ગયા હતા અને ત્યાં વાંકાનેર ખાતે તેમના મિત્રને વાંકાનેર રેલ્વે સ્ટેશનને ઉતાર્યા બાદ મોડી રાત્રિના બે વાગ્યાના અરસામાં પ્રેમભાઈ શર્મા અને રાજનભાઈ શર્મા મોરબી આવી રહ્યા હતા ત્યારે લાલપર ગામે આવેલ શૈલેષ કાંટા નજીક સર્વિસ રોડ ઉપરથી આગળ પાછળનું ધ્યાન રાખ્યા વિના ટ્રક ચાલકે પોતાનો રોડ હાઇવે ઉપર લીધો હતો ત્યારે વાંકાનેર તરફથી મોરબી આવી રહેલા ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેલ અકસ્માત બનાવમાં પ્રેમભાઈ શર્માનું મોત નીપજયુ હતું અને રાજનભાઈ શર્માને ઇજાઓ તથા તેને રાજકોટ લઇ જવામાં આવેલ છે. હાલ ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં મૃતક પ્રેમભાઈના બનેવી મહેન્દ્ર રામઆશ્રયભાઈ શર્મા હાલ રહે.કબીર ટેકરી મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાએ વાહન અકસ્માતનો બનાવ સર્જનાર ટ્રક નંબર જીજે ૩ વાય ૯૧૫૨ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં પીએસઆઇ અજમેરી દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં રહેતો જેમીન કિશોરભાઈ બાવરવા નામનો ૧૪ વર્ષનો બાળક રવાપર રોડ ઉપર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાલપર ગામે રહેતો ગુલશન રામકૃષ્ણભાઈ હેસા નામનો ૧૬ વર્ષીય સગીર મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News