મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે સિટી મામલતદાર ઓફિસ શરૂ કરવા માંગ


SHARE







મોરબીના સામાકાંઠે સિટી મામલતદાર ઓફિસ શરૂ કરવા માંગ

મોરબીમાં મોટાભાગની સરકારી કચેરીઓ સામાકાંઠે આવેલી છે અને સામાકાંઠે પણ ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોય ત્યાંના લોકોને સગવડતા રહે તે માટે શહેરના સામાકાંઠે સીટી મામલતદાર ઓફિસ શરૂ કરવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિક દ્વારા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખીને શહેરના સામાકાંઠે સીટી મામલતદાર ઓફિસ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.વધુમાં તેઓએ જણાવેલ છેકે હાલમાં સિટી મામલતદાર મોરબી વીસીફાટક પાસે ચાલુ છે ત્યાં અન્ય કામગીરી માટે અરજદારને ધક્કા થાય છે.જનસેવા કેન્દ્ર પણ ત્યાં ચાલુ કરેલ નથી.જેથી આવકના દાખલા તથા જાતિના દાખલા તેમજ અન્ય કામગીરી માટે સેવાસદન તથા સિટી મામલતદાર ઓફીસે જવું પડે છે.સરકારે સિટી મામલતદાર ઓફિસ ત્રણ વર્ષથી ચાલુ કરેલ છે છતાં એક જ જગ્યાએ આ ઓફિસ ચાલુ કરવામાં આવેલ છે.નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદારની એક જ જગ્યાએ ઓફિસ હોય તે જરૂરી છે જેથી અરજદારોને ખોટા ભાડા ખર્ચીને ધક્કા ન થાય.તેમજ આ વિસ્તારની તાલુકાની મુલાકાત કરતાં જાણવા મળે છે કે મોરબી જિલ્લામાં નાયબ મામલતદારની અનેક જગ્યા ખાલી છે.એક નાયબ મામલતદાર પાસે ત્રણ ચાર્જ હોવાને કારણે લોકોના કામ સમયસર થતા નથી.નાયબ મામલતદાર પાસે ઇ-ધારાનો ચાર્જ, મધ્યાહન  ભોજનનો ચાર્જ અને પોતાના હોદાનો ચાર્જ આટલી બધી કામગીરી હોવાને કારણે તેઓ પહોચી ન શકતા હોવાના લીધે અવારનવાર અરજદાર સાથે ઘર્ષણ થાય છે અને અરજદરણા કામ સમયસર થતાં નથી અને સરકાર બદનામ થાય છે જે ઘણી ગંભીર બાબત ગણાય. મોરબી સિટી પુરવઠા વિભાગની કામગીરી ખાડે ગયેલ છે તેવી લોકો ફરીયાદ કરી રહ્યા છે.આજે અન્નપૂર્ણા યોજનાના ઘણા ફોર્મ પેન્ડિંગ છે તેનો સમયસર નિકાલ કરવો જોઈએ.સરકાર ગરીબો પાછળ ઘણો ખર્ચ કરે છે પણ અધિકારીઓની અણઆવડત, બેદરકારી તેમજ ઓવરબર્ડન કામદીરીના લીધે પ્રજાએ હાલાકી ભોગવવી પડે છે.આ તમામ બાબતો ધ્યાને લઇને તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી પી.પી.જોષીએ કલેકટરને લેખીત રજૂઆત કરેલ છે.






Latest News