મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે થયેલ મારામારીમાં પાંચની ધરપકડ


SHARE







મોરબીના રોહીદાસપરામાં એઠવાડ નાખવા બાબતે થયેલ મારામારીમાં પાંચની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં જાહેરમાં રસ્તા ઉપર એઠવાડ નાખવા બાબતે પાડોશમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં એક તરફના પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે

મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહીદાસ પરા મેઇન રોડ પર બાલમંદિર પાસે રહેતા કેશાભાઈ અમરાભાઇ સોલંકી (૬૨)એ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ, તુષાર દીપકભાઈ ચૌહાણ, પ્રથમ દીપકભાઈ ચૌહાણ, જીગુભાઈ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ, મયુર પરસોત્તમભાઈ ચૌહાણ અને મીનાબેન પરસોતમભાઈ ચૌહાણ રહે. બધા રોહીદાસપરા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પત્ની શેરીમાં એઠવાડ નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી મીનાબેનને સારું નહીં લાગતા તેણે ફરિયાદી કેશુભાઈના પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના પત્નીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા મીનાબેન અને તેના કૌટુંબીક ભાઈઓ દ્વારા ફરિયાદીની પત્ની સાથે માથાકૂટ કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ લાકડાના ધોકા અને એલ્યુમિનિયમની પટ્ટી વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને માથાના ભાગે તેમજ તેના પત્નીને પણ મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં રવિભાઈ પરસોતમભાઈ ચૌહાણ (૨૮), તુષાર ડાયાલાલ ઉર્ફે દીપકભાઈ ચૌહાણ (૨૨), મનસુખ ઉર્ફે જીગુભાઈ દેવજીભાઇ ચૌહાણ (૨૪), કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણ (૨૪) અને મયુર પરસોત્તમભાઈ ચૌહાણ (૨૫) રહે. બધા રોહીદાસપરા વાળાની ધરપકડ થયેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના પાડાપુલની નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા રતનબેન હરેશભાઈ નામની ૨૬ વર્ષની મહિલાને પાડોશમાં રહેતા કોઈ ઇસમે ઝઘડો કર્યા બાદ પગના ભાગે ધોકો મારી દેતા રતનબેનને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન નજીક રહેતા મહેશ રામજીભાઈ મંદોરીયા જાતે દેવીપુજક નામના ૩૭ વર્ષના યુવાનને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વાંકાનેર દરવાજા પાસેના મકરાણીવાસ વિસ્તાર નજીક રહેતા ધુનાબેન નાગજીભાઈ મુંધવા નામના ૭૧ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેઓના બાઇકની આડે કૂતરું આડું ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં ઇજાઓ થવાથી ધુનાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.






Latest News