મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસર ફાટક પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી: મોરબીમાં ૬ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE











વાંકાનેરની અમરસર ફાટક પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી: મોરબીમાં ૬ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી બાઇક ચોરીની ઘટનાઓ બનતી જ હોય છે તેવી જ રીતે વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે રહેતા યુવાને અમરસર ફાટક તેનુ બાઇક પાર્ક કરીને મુક્યુ હતું તેની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા તકદીરભાઈ હુસેનભાઈ બ્લોચ (૨૮) એ અમરસર ફાટક પાસે તેનું બાઇક જીજે ૩૬ એ ૧૮૫૫ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક ચોરી થયેલ હોવાની તેને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પાંચ બોટલ દારૂ
મોરબીના રણછોડ નગરમાં રહેતો વિવેક બળવંતભાઈ વાઘેલા (૨૪) નામનો યુવાન નાની વાવડી ગામે પ્રાથમિક શાળા પાસેથી પસાર થતો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૮૭૫ ના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી

એક બોટલ દારૂ
મોરબીના ઉંચી માંડલ નજીકથી દિનેશભાઈ ઈશ્વરભાઈ દસાડીયા (૩૮) રહે. પ્રકૃતિ સોસાયટી, મહેન્દ્રનગર ચોકડી વાળો પસાર થતો હતો જેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૮૫૦ ની કિંમતની દારૂની બોટલ સાથે તેની ધરપકડ કરી હતી






Latest News