મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ પાસે છકડો રિક્ષાને ટ્રેકટર ચાલકે ટક્કર મારતા એક બાળક સહિત ત્રણને ઇજા


SHARE







ટંકારા તાલુકાનાં નેકનામ પાસે છકડો રિક્ષાને ટ્રેકટર ચાલકે ટક્કર મારતા એક બાળક સહિત ત્રણને ઇજા

ટંકારા તાલુકાના નેકનામ નજીક ખેતીમાં મજૂરી કામ કરીને રિક્ષામાં બેસીને જતાં મજૂરોની છકડો રિક્ષાને ટ્રેકટર ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના બનાવમાં એક બાળક સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને  સારવારમાં ખસેડાયા છે અને હાલમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેકટર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા અરવિંદભાઇ ગાંડુભાઇ સાકરીયા જાતે રજપૂત (૫૫)એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે ૩૬ આર ૦૩૪૧ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નેકનામ ગામથી વાછકપર જવાના માર્ગે છકડો રિક્ષામાં નંબર જીજે ૩ ઝેડ ૩૨૨૪ માં ફરિયાદીના ખેતી કામ કરતાં મજૂરો બેઠા હતા તે રિક્ષાને ટ્રેકટરના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં રિક્ષામાં બેઠેલા લીલાબેન મેડા, કાર્તિક (ઉમર ૨) અને શર્મીલાબેન બાભણીયાને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયા હતા અને અકસ્માત સર્જીને ટ્રેકટર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે અરવિંદભાઈ સાકરીયાની ફરિયાદ લઈને ટ્રેકટર ચાલક ભગવાનજીભાઈ પટેલ રહે. નેકનામ વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News