મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નાના રામપર ગામેથી મોરબી દવા લેવા માટે આવેલ વૃદ્ધ ગુમ


SHARE







ટંકારાના નાના રામપર ગામેથી મોરબી દવા લેવા માટે આવેલ વૃદ્ધ ગુમ

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરેથી મોરબી દવા લેવા માટે થઈને નીકળ્યા હતા અને ત્યારબાદ અચાનક ત્રણ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેને શોધવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી વૃદ્ધનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના નાના રામપર ગામે રહેતા રાણવા પ્રેમજીભાઈ રવજીભાઈ પોતાના ઘરેથી મોરબીમાં સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ઉમા મેડિકલ ખાતે પોતાની ડાયાબિટીસની દવા લેવા માટે થઈને ગત તા.૧૨/૧૦ ના રોજ સવારે ૯ વાગ્યેથી નીકળ્યા હતા જોકે હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને અચાનક વૃદ્ધ ગુમ થઈ ગયા હોવાથી તેના પરિવારજનો દ્વારા તેને શોધવા માટે તેને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને વૃદ્ધની કોઈને કોઈ પણ પ્રકારની જાણ હોય તો મોબાઈલ નં. ૯૫૮૬૭ ૬૦૫૬૮ ઉપર જાણ કરવા માટે વૃદ્ધના પરિવારજનોએ અનુરોધ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ પ્રકાશનગરમાં મારામારીનો બનાવ બનેલ છે જેમાં ખેંગાર જીવાભાઇ પરમાર (૫૮) અને દેવશી મનજીભાઇ (૫૫) ને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા 






Latest News