મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે નાલામાં પડી જતાં રાજકોટના યુવાનનું મૃત્યુ


SHARE







વાંકાનેરના ઢુવા પાસે નાલામાં પડી જતાં રાજકોટના યુવાનનું મૃત્યુ

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સર્કલ નજીક વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઇડમાં નાલા મૂકવામાં આવેલ છે તે નાલામાં પડી જવાથી અને પાણીમાં ડૂબી જવાથી રાજકોટના  આજીડેમ પાસે વેલનાથપરામા રહેતા યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે રોડની સાઇડમાં નાલા મૂકવામાં આવેલ છે તે નાલામાં પડી જવાથી અજયભાઈ મુનાભાઈ ફિચડિયા જાતે કોળી (૩૬) નામના યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક મૂળ સજ્જનપર ગામના રહેવાસી છે અને હાલમાં રાજકોટ રહે છે તે પોતાના ભાઈની સાથે ઢુવા ચોકડી પાસે આવ્યો હતો અને ત્યારે બનેલા બનાવમાં આ યુવાનનું મોત નીપજયું છે

ઝેરી દવા પી લીધી

વાંકાનેર તાલુકાનાં રાજાવડલા ગામે રહેતો રમેશભાઈ માવજીભાઇ ચાવડા (૪૦) નામનો યુવાન કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી લીધી

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સત્યમ કાંટા નજીક રહેતા મુકેશભાઇ ખોડાભાઈ ડાભી નામનો યુવાનઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News