મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા


SHARE







મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા

મોરબીના જાંબુડીયા ગામ પાસે કન્ટેનર ટ્રકના ચાલકે પાછળ જોયા વગર પોતાનું વાહન ચલાવીને ત્રીપલ સવારીમાં જઈ રહેલા બાઇકને હડફેટે લીધું હતુ જેથી યુવાન અને તેની સાથે બાઈકમાં બેઠેલ બે મહિલાઓને ઇજાઓ થઈ હતી માટે તે ઇજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ટ્રક કન્ટેનરના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધામાખેડી ગામના રહેવાથી અને હાલમાં જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફિનિક્સ સીરામીક કારખાનાના લેબર કવર્ટારમાં રહેતા મહેશભાઈ સેકુભાઈ પરમાર જાતે ભીલ (૩૩) એ ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૪૨૦૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે કે, કારખાનામાં કન્ટેનરના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે પાછળ જોયા વગર ચલાવ્યું હતું અને ત્યારે ફરિયાદી યુવાનના બાઇકને હડફેટે લીધું હતું અને તે સમયે બાઈક ઉપર ફરિયાદી યુવાન તેમજ તેની સાથે પૂજાબેન અને સવિતાબેન બેઠેલા હતા અને આ બંને મહિલાઓ સહિત ત્રણેયને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ મહેશભાઈ પરમારએ હાલમાં ટ્રક કન્ટેનરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News