મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના રંગોલી ખમણમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી શહેરના સનાળ રોડ ઉપર મહેશ હોટલની સામેના ભાગમાં આવેલ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરવા જતાં અકસ્માતે આગ લાગી હતી ત્યારે આખા શરીરે યુવાન દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસમાં કામગીરી દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે. કંપની પાછળ રાજબેક વાળી શેરીમાં રહેતો અજય નાયક (૩૦) નામનો યુવાન ગત તા. ૨/૧૦ ના રોજ દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના કહેવા મુજબ રંગોલી ખમણ હાઉસમાં ખમણ બનાવવા માટેની કામગીરી દરમિયાન ગેસ ચાલુ કરવા જતા સમયે અકસ્માતે આગ લાગતા અજય નાયક આખા શરીરે દાજી ગયો હતો અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા નવલસીંગ ટુટીયા જાતે તહેજ (૪૦) દેવાયતભાઈ આહીરના ખેતરથી પાછા ચાલીને નાગડાવાસ ગામ તરફ આવતા હતા ત્યારે સાડા નવ વાગ્યાના અરસામાં ગામના પાદરમાં તેને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News