મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનના ભાભીનો પીછો કરતા હોવાની શંકા રાખીને એક શખ્સને સમજાવવા માટે થઈને ત્રણ વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેને પાઇપ અને પથ્થર વડે ત્ર્રન  શખ્સો દ્વારા યુવાન સહિત ત્રણને માર મરવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયા જાતે કોળી (૩૫) એ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ મનસુખભાઈ ધોરકડિયાશંકરભાઈ બીજલભાઇ સાકરીયા અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયાની સામે ફરિયાદ નોંધાવી હતી છે કે તેઓના ભાભીનો આરોપી મનીષ પીછો કરતો હોવાની તેઓને શંકા હતી જેથી તે બાબતે તેને સમજાવવા માટે થઈને ગયા હતા અને ત્યારે આરોપીએ તેની સાથે જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી જયંતીભાઈ તેમજ કાંતિભાઈ અને અશોકભાઈને છૂટા પથ્થરના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જયંતીભાઈને પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા જયંતીભાઈ અને કાંતિભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ જયંતીભાઈએ ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મનીષ મનસુખભાઈ ધોરકડિયા જાતે કોળી (૨૪)શંકરભાઈ બીજલભાઇ સાકરીયા જાતે કોળી (૫૪) અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયા જાતે કોળી (૪૫) રહે બધા જ જુના ઘાટીલા વાળાની ધરપકડ કરેલ છે






Latest News