મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસેથી રિક્ષાની ચોરી બાળકે કરી હોવાનું ખૂલ્યું


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસેથી રિક્ષાની ચોરી બાળકે કરી હોવાનું ખૂલ્યું

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ મોલ સામે યુવાને તેની સીએનજી રીક્ષા પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ કરીને તેને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો છે તેવું જાણવા મળેલ છે

મોરબીના કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ વાળી શેરીમાં રહેતા યુનુસભાઈ ઇબ્રાહીમભાઇ પલેજા જાતે સંધિ (૪૭) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે ગત તા.૨૮ ના સાંજના સાત થી સાડા સાત વાગ્યા દરમ્યાન તેઓએ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલી રિજન્સી મોલ સામે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૧૮૬ ને પાર્ક કરીને મૂકી હતી જે સીએનજી રીક્ષાને કોઈ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૮૫ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાનો પોલીસે ભેદ ઉકેલીને નાખ્યો છે આ ગુનામાં મૂળ રાજકોટના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા બાળ કિશોરને ડિટેઇન કરવામાં આવેલ છે અને તેની પૂછપરછ કરીને પોલીસે હાલમાં તે બાળકને બાળ સુધારણા ગૃહમાં મોકલાયો છે

દાજી જતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ વિસ્તારમાં એ.જે.કંપનીની પાછળ રહેતો અજય ઉદયભાઇ નાયક નામનો ૩૨ વર્ષનો યુવાન દાઝી ગયેલ હોય તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શનાળા રોડ ઉપર મહેશ હોટલની સામે રંગોલી ખમણમાં ગેસ લીકેજ થવાના કારણે લાગેલ આગમાં દાઝી જતા અજયને સારવાર માટે ખસેડાયો હતો એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં હરીપર ગામ નજીક આવેલ દેવ સોલ્ટમાં કામ કરી ત્યાં રહેતો અક્ષય ખૂંટીભાઈ રાવત નામના ૨૨ વર્ષીય યુવાનને કામ દરમિયાન સાપ કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા રૂક્ષ્મણીબેન ખુશાલભાઈ તડવી નામના ૩૫ વર્ષીય મહિલા પીઠડ ગામે અનુભાઈની વાડીએ કામ કરતા હતા ત્યારે તેમને કામ દરમિયાન ઝેરી સાપ કરડી જવાથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા જમીલાબેન મહેબુબભાઇ છીપા નામની ૪૬ વર્ષની મહિલા શહેરના રવાપર રોડ ઉપર એવન્યુપાર્ક અને નીલકંઠ વિદ્યાલય વચ્ચેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાગ્રસ્ત જમીલાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજની પાછળ વાઘપરા વિસ્તારમાં રહેતા જયાબેન ડાયાભાઈ પરમાર (૭૫) અને નિશિથ જગદીશભાઈ પરમાર (૨૪) ને તેમના રહેણાંક વિસ્તાર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા બંનેને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News