મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી-હળવદ ફોરલેનનું ૧૯૭ કરોડનું ટેન્ડર મંજૂર: મોરબી-જેતપર રોડને ટુંક સમયમાં મળશે મંજૂરી: બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબી-હળવદ ફોરલેનનું ૧૯૭ કરોડનું ટેન્ડર મંજૂર: મોરબી-જેતપર રોડને ટુંક સમયમાં મળશે મંજૂરી: બ્રિજેશભાઇ મેરજા

મોરબી જિલ્લાના મોરબી-હળવદ તેમજ મોરબીથી જેતપર થઈને અણિયારી સુધીના રોડને ફોરલેન બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બજેટમાં ૩૦૯ કરોડ મંજૂર કરાવ્યા છે અને તે અંતર્ગત સતત ફોલોઅપ અને સખત મહેનત કરી હતી જેથી કરીને આ બંને ફોરલેનના કામો ટેન્ડર સ્ટેજ સુધી પહોંચેલા છે અને મોરબી-હળવદ ૧૯૭ કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. તેમજ મોરબી, પીપળી, જેતપર મચ્છુના ટેન્ડરની મંજૂરી પણ મળનાર છે.

એટલું જ નહીં, પણ હાલ મોરબી, પીપળી, જેતપર રોડ રીપેરીંગ માટે બે કરોડ જેટલી રીપેરીંગ ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી છે આમ સિરામિક ઉદ્યોગ જેતપર, મચ્છુ તરફના ગામડાંઓને આ રોડના કારણે પડતી હાલાકી દૂર કરવા બ્રિજેશભાઇ મેરજા સઘન મોનીટરીંગ કરી રહ્યાં છે. હવે જયારે ફોરલેનની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જવામાં છે, ત્યારે આ બંને રોડના ફોરલેનના કામો પણ તુરંત જ હાથ ધરાય તે માટે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજેશભાઇ મેરજા સતત પરામર્શ કરી રહ્યાં છે






Latest News