મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વરમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે કારખાનેદારની કાર સાથે થોડા સમય પહેલા કાર અથડાવીને માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ કારમાંથી કારખાનામાં હિસાબના ૨.૯૬ લાખની લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ થોડા દિવસો પહેલા  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈઅજયભાઈગૌતમભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની કાર નં. જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નં. જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદી રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી સહિતનાને માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ કારખાનેદારે લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણાપારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા અને અજયભાઈ જગદીશભાઇ ચરોલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા અમિત કુબેર મકવાણા (૩૦) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબી અને ભરત ઉર્ફે જેડી જગદીશ ચૌહાણ (૨૮) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.જી.મોરબીની કલમ ૩૨૩૩૦૭૩૯૫ વિગેરે હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.






Latest News