મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ગાંધી જયંતીથી મોરબી જિલ્લામાં સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરવાની ચીમકી


SHARE







ગાંધી જયંતીથી મોરબી જિલ્લામાં સસ્તા અનાજની તમામ દુકાનો બંધ કરવાની ચીમકી

મોરબી જીલ્લામાં આવેલ સસ્તા આનાજની દુકાનના સંચાલકો દ્વારા સરકારમાં ઘણા સમયથી કમિશન વધારવા સહિતની માંગણી કરવામાં આવે છે જો કે, તેઓની પડતર માંગણીઓ ઉકેલવામાં આવી નથી જેથી કરીને હવે તેઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી તા ૨ ઓક્ટોબર એટ્લે કે ગાંધી જયંતીથી તમામ દુકાનો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે વધુમાં મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસો.આ આગેવાને જણાવ્યુ છે કે, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા પોષણક્ષમ દુકાન, વિતરણ ઘટ, કોરોના સહાય ચૂકવવી, પીઓએસનો અમલ, હૈયાતીમાં નોમિનેશન, જરૂરી સાહિત્ય નિભાવવા, ત્રીસ દિવસની સાયકલ, મધ્યાહન યોજના અને આંગણવાડીનું કમિશન સહિતની જુદીજુદી માંગણીઓ કરવામાં આવી રહી છે જો કે, તેઓની માંગણીનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને હવે સસ્તા અનાજની દુકાનોને બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News