મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર જુગાર રમતા ધ્રોલના પાંચ સહિત છ પકડાયા


SHARE











મોરબીના વાવડી રોડ ઉપર જુગાર રમતા ધ્રોલના પાંચ સહિત છ પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના વાવડી રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં જુગારની રેડ કરી હતી જ્યાંથી ત્યાં જ રહતો એક ઇસમ તેમજ તેના ઉપરાંત ધ્રોલ પંથકના પાંચ પતાપ્રેમીઓ એમ કુલ છ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હોય રોકડ રકમ સાથે તમામની ધરપકડ કપી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીને આધારે શહેરના વાવડી રોડ ઉપર આવેલા કૃષ્ણનગર સોસાયટી શેરી નંબર-૨ માં રેડ કરી હતી જ્યાં શેરીના નાકે જાહેરમાં જુગાર રમી રહેલ ત્યાંના રહેવાસી પ્રભુ ભગવાનજી ચાવડા જાતે સતવારા (૪૮) તેમજ રમેશ જીવરાજ પરમાર જાતે સતવારા (૪૨) રહે.અની હોટલ પાસે વાળી વિસ્તાર જામનગર હાઇવે ધ્રોલ, નિલેશ ધરમશી છત્રોલા જાતે પટેલ (૪૦) રહે.જ્યોતિપાર્ક સોસાયટી ધ્રોલ જામનગર, કિશોર નાથા પરમાર જાતે સતવારા (૪૦) રહે.ત્રિકોણબાગ પાસે જામનગર-રાજકોટ હાઇવે ધ્રોલ જામનગર, રાકેશ રમેશ પરમાર જાતે સતવારા (૩૦) રહે.પડધરીના નાકા પાસે વાળી વિસ્તાર ધ્રોલ જી.જામનગર અને જીગ્નેશ મોહન નાગપરા જાતે પટેલ (૨૮) રહે.અની હોટલ પાસે જામનગર-રાજકોટ હાઇવે ધ્રોલ વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવતા તમામની રોકડા રૂપિયા ૩૩,૨૫૦ સાથે ધરપકડ કરીને જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ નકુમ નામનો ૩૮ વર્ષનો યુવાન કુળદેવી ગેરેજ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા પાસે આવેલ સજજનપર ગામે રહેતા સુરેશ આંબાલાલ પટેલ નામના ૬૧ વર્ષના આધેડ મોરબીથી હળવદ જતા હતા ત્યારે હળવદના મેરૂપર ગામના પાટીયા પાસે તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થવાથી સારવારમાં લઈ જવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલ ખત્રીવાડમાં રહેતો અલ્પેશ અનિલભાઈ મહેતા નામનો ૩૫ વર્ષનો યુવાન લાતીપ્લોટ વિસ્તારમાંથી જતો હતો ત્યારે તેને કાર ચાલકે હડફેટ લેતા ઇજાઓ થવાથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા સહજાબેન રતનસિંહ હજનાળ નામના ૫૫ વર્ષીય આધેડ મહીલાને વાળી વિસ્તારમાં કામ દરમિયાન સાપ કરડી જતા તેમના શેટ રમણીકભાઈ દ્વારા તેણીને અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા






Latest News