મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી : આશાપુરા માતાજી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ મુકામે સેવા કેમ્પ


SHARE







મોરબી : આશાપુરા માતાજી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ મુકામે સેવા કેમ્પ

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે સતત છેલ્લા ૨૩ વર્ષથી કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવા માટે સુંદર કેમ્પનું આયોજન થાય છે.મોરબીનાં ધીરૂભાઈ ડી.ચાવડા(નિવૃત બેંકકર્મી), કે.સી.જાડેજા (પી.જી.વી.સી.એલ.મોરબી), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જયોતિ મંડપ), મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ), સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખુબ જ ઉમંગ સાથે સેવા આપી રહયા છે આ સેવા કેમ્પ તા.૧૮-૯ ને રવિવારથી તા.૨૪-૯ શિનવાર સુધી રીતદિવસ અવિરતપણે ચાલુ રહેશે.આ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવેલ છે.






Latest News