મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબીમાં અનિયમિત એસટી બસના લીધે વિધાર્થીઓ અને એબીવીપી દ્વારા બસ રોકો આંદોલન


SHARE











મોરબીમાં અનિયમિત એસટી બસના લીધે વિધાર્થીઓ અને એબીવીપી દ્વારા બસ રોકો આંદોલન

હાલ મોરબી ધણીધોરી વગરનું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.એક તરફ જોઇએ તો શહેરમાં ગંદકી, ખખડધજ રોડ-રસ્તા, ઉભરાતી ગટર સહિતના પ્રશ્નોની જેમ જ લોકોને અનેક પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જે પૈકી અનિયમિત બસોનો પ્રશ્ન પણ લોકોને ખૂબ મુંજવી રહ્યો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે તેમને અનિયમિત એસટી બસોના લીધે મુશ્કેલીઓ સર્જાતી હોય વિદ્યાર્થીઓને સાથે રાખીને એબીવીપી દ્વારા એસટી વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હતી અને છતાં પણ ફેર ન પડતા બસોને અટકાવીને ચકાજામ સર્જવામાં આવ્યો હતો અંતે લેખિત ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓનો રોષ શાંત પડ્યો હતો.

અવાર નવાર રજૂઆત છતાં ડેપો મેનેજર પણ હાજર નથી હોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૯ જુલાઈ ૧૯૪૭ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યરત વિશ્વનું સોથી મોટું વિધાર્થી સંગઠન છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા અનેક રૂટોની બસ સમયસર બસસ્ટેન્ડ આવતી નહોતી તેથી વિધાર્થી એનેક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે વિધાર્થી દ્રારા અનેકવાર એસટી વિભાગમા રજુઆત કરવામાં આવી હતી પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થીઓની વાત સાંભળવામાં આવતી ન હતી.આજે કેરાળી જતી બસ કે જે છેલ્લા મહિનાથી સમયસર ન આવતા વિધાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરી એક કલાક સુધી બસો રોકી રાખી હતી.અંતે એસટી તંત્ર દ્વારા આગામી બે દિવસમાં બસ સમયસર શરૂ કરવાની લેખિત ખાતરી આપતાં વિધાર્થીઓ શાંત પડયા હતા.અવાર નવાર રજૂઆત છતાં ડેપો મેનેજર પણ હાજર નથી હોતા.જેમાં અન્ય ગામના વિધાર્થીઓ સહિત સામાજિક સ્થાનિક આગેવાનો, સરપંચ અન્ય લોકો પણ આ આંદોલનમાં જોડાયા હતા.આગામી સમયમાં બસ સમયસર નહિં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે એવી વિદ્યાર્થીહિતને લઈને એબીવીપી દ્રારા ચીમકી ઉચ્યારવામાં આવેલ છે.






Latest News