ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્રમંડળ દ્વારા સતત ૨૧ મા વર્ષે ભુજ નજીક પધ્ધર ગામે યોજાશે પદયાત્રીકો માટે સેવા કેમ્પ


SHARE











મોરબીના આશાપુરા મિત્રમંડળ દ્વારા સતત ૨૧ મા વર્ષે ભુજ નજીક પધ્ધર ગામે યોજાશે પદયાત્રીકો માટે સેવા કેમ્પ

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આશાપુરા માતાના મઢ ખાતે આગામી નવરાત્રીને લઈને સમગ્ર ભારતવર્ષમાંથી પદયાત્રીઓનો પ્રવાહ આવી રહ્યો છે ત્યારે જુદા જુદા સંગઠનો અને મંડળો દ્વારા પદયાત્રીકોની સેવા કરવા માટે જુદી જુદી જગ્યાઓએ સેવા કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે જેમાં આશાપુરાના ધામ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સહીતની સુવિધાઓ મળી રહેતી હોય છે.તેમાં મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પણ સતત ૨૧ મા વર્ષે સેવા કેમ્પનુ આયોજન કરાયુ છે.આગામી તા.૨૦-૯ થી તા.૨૫-૯ સુધી પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહીતી મુજબ આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે ત્યાં કેમ્પ યોજવામાં આવે છે અને આ વર્ષે પણ તા.૨૦-૯ થી તા.૨૫-૯ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આશાપુરા મિત્ર મંડળ દ્વારા ભુજથી ૧૩ કિલોમીટર દુધઈ રોડ ઉપર કંઢેરાયના પાટીયા પાસે પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે.જેમાં પદયાત્રીકોને ૨૪ કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભાડીયા (મો.૯૯૧૩૦ ૫૨૩૩૦), પ્રફુલભાઈ પાટડિયા (મો.૯૮૭૯૨ ૭૧૭૯૩), મનુભાઈ બરાસરા (મનુકાકા) (મો.૯૮૭૯૧ ૭૫૨૭૭), હિમાંશુભાઈ પારેખ (મો.૮૧૬૦૯ ૫૭૯૩૯) અથવા પારસભાઈ પટેલ (મો.૯૮૯૮૧ ૫૨૮૬૭) નો સંપર્ક કરવા આશાપુરા મિત્રમંડળે યાદીમાં જણાવેલ છે.

સૂરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર(મોરબી) દ્વારા કેમ્પનું આયોજન

કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબીના યુવાનો દ્વારા એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સતત ૨૦૧૨ થી આ ગ્રુપ સેવાના કર્યો કરે છે. આ કેમ્પ ઉપક્રમે તા.૧૭-૯ થી તા.૨૦-૯ સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે.આ કેમ્પમાં ૨૪ કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ યાત્રાળુઓ માટે ખાસ કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે સાથે નહાવા-ધોવાની પણ વ્યવસ્થા કરેલી છે.કેમ્પ સૂરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી- માળીયા  હાઇવે, જી.મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૯૭૯૦ ૫૦૦૦૦, ૯૮૭૯૩ ૭૬૦૩૩, ૯૮૨૫૨ ૧૭૭૧૦ અથવા ૯૦૩૩૩ ૪૫૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News