મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ રજૂઆત બાદ પણ વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન યથાવત, લોકોમાં રોષ


SHARE







મોરબીની અવની ચોકડીએ રજૂઆત બાદ પણ વરસાદી પાણી નિકાલનો પ્રશ્ન યથાવત, લોકોમાં રોષ

મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલા અવની ચોકડીએ છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ ન હોવાના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા પણ થોડા અમથા વરસાદમાં બે દિવસ સુધી વરસાદી પાણી ભરાઈ રહ્યા હોય લોકોએ કલેક્ટર કચેરીએ દેખાવ કર્યા હતા અને ત્યારબાદ તેઓને રાબેતા મુજબ આશ્વાસન આપવામાં આવ્યું હતું જો કે કામ થયું ન હોય અને ગઈકાલે વધુ એક વખત વરસાદ આવતા વરસાદ રહી ગયાના કલાકો બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય અકડાયેલા અવની ચોકડીના રહેવાસીઓમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.

મોરબી કેનાલ રોડ ઉપર આવેલી અવની ચોકડી ઉપર વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી.મોરબી નગરપાલિકા, તંત્ર અને ચુંટાયેલા સભ્યોની મીલીભગતને કારણે પ્રજા પીસાઈ રહી છે.નગર પાલિકામાં લોકોએ એક તરફી બીજેપીને વોટ આપ્યા પછી પણ પ્રજાને આ મુશ્કેલી રૂપી ભેટ મળી રહી છે.સમગ્ર મોરબીમાં ખાડા નહિ પણ ખાડા અને પાણીમાં મોરબી તેવો ઘાટ છે.નીંભર તંત્ર અને નીંભર ચૂંટાયેલ સભ્યોના ભ્રષ્ટાચારને કારણે મોરબી શહેર નર્ક સમાન બની ગયું છે.કારણ કે વરસાદ બંધ પડ્યા પછી પંદર કલાક બાદ પણ ઢીંચણ સમા પાણીનું વહેણ ચાલુ છે.તેવુ ત્યાંના રહેવાસી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુંબીયા સહીતના સ્થાનીકો રોષપુર્વક જણાવી રહ્યા છે.






Latest News