મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રમેશભાઈ ઓઝાના શબ્દો ગાય અને માલધારી સમાજ વિશે દુર્ભાગ્ય પૂર્ણ: રમેશ રબારી


SHARE







રમેશભાઈ ઓઝાના શબ્દો ગાય અને માલધારી સમાજ વિશે દુર્ભાગ્ય પૂર્ણ: રમેશ રબારી

ગુજરાત માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી મોરબીમાં ભાગવત સપ્તાના સ્ટેજ ઉપરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા માલધારીઓને પાપ લાગશે તેવી વાત કરવામાં આવી હતી અને ભાઇશ્રી સરકારની ચાપલૂસી  કરતા હોય તેવું લાગી રહ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો

આવા કોઈ સમાજ વિશે નિવેદનો કરતા પહેલા કથાકારે સરકારને નિવેદન કરવું જોઈએ કે, ગો જમીનો શા માટે ગુજરાતમાં નથી જેને ગૌચરની જમીનો વેચી નાખી છે, દબાણ કરેલ છે, તેમને પાપ લાગશે તેમ કહેવું જોઈએ તેમજ જે સરકારે ગાયોના નામે મત મેળવી સરકાર બનાવી છે એ સરકારના રાજમાં ગોમાસની નિકાસ થાય છે અને ગૌ માસની કતલ થઈ રહી છે તેમને પાપ લાગશે તેમ કહેવું જોઈએ જે સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નથી કરી શકતી તે સરકારને પાપ લાગશે તેમ કહેવું જોઈએ ગુજરાતમાં લમપી વાયરસના કારણે હજારો ગાયોના મૃત્યુ થયા જેમાં જેની બેદરકારી છે એવી સરકારને પાપ લાગશે તેમ કહેવું જોઈએ છે સરકાર ગાયોના કતલખાના બંધ નથી કરાવી શકતી, ગાયોના ગૌચર નથી બચાવી શકતી, ગાયોના ગોચરનું દબાણ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી નથી કરી શકતી તે સરકારના બેઠેલા લોકોને પાપ લાગસે તેમ કહેવાની જરૂર છે

માલધારીઓ જે ગાયોનું પાલનપોષણ કરે છે તેમને ખોટી રીતે બદનામ કરવાના ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સરકારના ઈશારે કામ કરતા હોય એવું લાગે છે વધુમાં કહ્યું હતું કે, કોઈ કથાકાર ગૌશાળા માટે ક્યારે પણ દાન આપેલ છે ? કોઈ કથાકાર ગાયો માટે ગૌશાળા બનાવેલી છે ? કોઈ કથાકારે ગાયોના કતલખાના બંધ કરાવવા માટે સરકારમાં રજૂઆત કરેલ છે ? કોઈ કથાકારે ગાયના માસના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરેલી છે ? ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં રજૂઆત કરેલ છે ? તો આવા  લોકોને પાપ લાગશે તેમ કહેવું જોઈએ અને એમ કહો કે ગાયના કતલખાના ચલાવે છે અને માસની નિકાસ કરે છે એવા લોકો પાસેથી જે દાન મેળવે છે તેમને પાપ લાગશે

સરકારની વાહ વાહ મેળવવા માટે થઈને માલધારીઓ વિશે અને ગાય વિશે આવા શબ્દો પ્રયોગ કરવા તે ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને શોભતા નથી પહેલા તેમને ખબર હોવી જોઈએ ગાયને આખો દિવસ એક પણ જગ્યાએ બાંધી ન શકાય તેમને ચરવા લઈ જવી પડે છે ચરાવવા માટે ગુજરાતમાં ગાયો માટેનું ગૌચર ક્યાં ગયું? તે પહેલાં સરકારને પૂછો અને સરકારને પાપ લાગશે એમ કહો તો તે વ્યાજબી છે બાકી માલધારી સમાજનો ગાયોનું ભરણપોષણ કરે છે અને ગાયને માતા માને છે અમને પણ અમારા ઢોર રોડ રસ્તા ઉપર રજડતા હોય ગમતું નથી અમને પણ કોઈ લોકોને તો ઢોર ઢાકર હેરાન પરેશાન કરે તે ગમતું નથી સરકાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગૌચર માટેની જગ્યા ખુલી કરવી જોઈએ ત્યાં દબાણ થઈ ગયા છે જેમને આ જમીનો પચાવી લીધેલ છે તેમની પાસેથી ખાલી કરાવી મારી ગાય માતા માટે માલધારી સમાજને સોંપવી જોઈએ તેવી અમારી લાગણી અને માગણી છે






Latest News