મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા મજદુર સંઘ કર્મચારીઓના પડતર પ્રશ્નના નિરાકરાણ માટે અનેક મંડળોને સાથે રાખી સોમવારે આવેદનપત્ર પાઠવશે


SHARE







મોરબી જીલ્લા મજદુર સંઘ કર્મચારીઓના પડતર પ્રશ્નના નિરાકરાણ માટે અનેક મંડળોને સાથે રાખી સોમવારે આવેદનપત્ર પાઠવશે

સમગ્ર ભારતમાં ટ્રેડ યુનિયન પ્રવૃતિમાં બિનરાજકીય શ્રમ સંગઠન તરીકે પ્રથમ ક્રમાંકનું સ્થાન ધરાવતા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી થયા મુજબ મોરબી ખાતે વિવિધ ઉદ્યોગોમાં ફરજો બજાવતા સંગઠિત અને અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓના ઘણા લાંબા સમયથી સરકાર કક્ષાએ પડતર રહેલા પ્રશ્નોનાં નિરાકરણ માટે આગામી તા.૧૨ ને સોમવારના રોજ તેમજ તા.૧૯ ને સોમવારના રોજ એમ બે દિવસ સાંજના ૫ થી ૬ દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી સેવાસદન-૧ મોરબી ખાતે આવેદનપત્રો પાઠવવામાં આવશે જેમા આંગણવાડી, મધ્યાહનભોજન, બંદરખાતુ, એસટી, ઔદ્યોગિક સુરક્ષાદળ, પાણીપુરવઠા બોર્ડ, જેટકો વિગેરેમાં ફરજો બજાવતા કર્મચારીઓ અને નિવૃત પેન્સનરો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને તૈયાર કરેલ આવેદનપત્ર સુપ્રત કરીને કર્મચારીઓની એકતા અને સંગઠનશક્તિનો પરિચય આપશે.આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સમયસર હાજર રહેવા જિલ્લા મજદુર સંઘના મંત્રી વી.જે.સુમળે અખબાર યાદી દ્રારા જાહેર અપીલ કરેલ છે.






Latest News