મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે દંપતીએ ઝેરી દવા પી લેતા બંનેને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના રંગપર ગામે દંપતીએ ઝેરી દવા પી લેતા બંનેને સારવારમાં ખસેડાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં દલસુખભાઈ મનજીભાઈ પટેલની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને ૧૦૮ વડે દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને હાલ બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં દલસુખભાઇ મનજીભાઇ પટેલની વાડીએ રહી ખેતી કરતા રીનેશભાઇ સુખદેવભાઇ સીમલદેવ (ઉમર ૨૧) અને અરૂણાબેન રીનેશભાઇ સીમલદેવ (ઉમર ૧૮) નામના દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બન્નેને ૧૦૮ વડે મોરબીની સિનિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હાલ દંપતી સભાન અવસ્થામાં છે અને એકાદ વર્ષ પૂર્વે જ બંનેના લગ્ન થયા હોવાનું તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.બનાવની નોંધ કરીને કારણ અંગે તાલુકા પોલીસે આની તપાસ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાની પીપળીયા ચોકડીથી મોટા દહીંસરા તરફ જતા રસ્તે તરૂણ જ્યોત કોલસાના ડેલા પાસે વાહન અકસ્માતનો બનાવ ગત તા.૨૭-૮ ના રોજ સર્જાયો હતો.જેમાં ઇકો ગાડી નંબર જીજે ૩ ઇએલ ૨૫૦૦ લઈને જઈ રહેલ સંજય ધીરૂભાઈ હુંબલ જાતે આહીર (૩૬) રહે.મોટા દહિંસરા માળીયા(મિં.) પોતાની ઇકો લઇને જતો હતો ત્યારે પોતાના વાહન ઉપર કાબુ ન રહેતા આગળ જતા ટ્રક નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૮૩૧૪ ની પાછળ પોતાની ઇકો કાર અથડાવી હતી.જેથી તેને પગના ઢીંચણના ભાગે ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી અને માથામાં તેમજ કપાળમાં ઇજાઓ પહોંચી હતી અને ઈકો ગાડીમાં નુકસાન પહોંચ્યું હતું.હાલ સંજય ધીરૂભાઈ હુંબલે પોતે જ પોતાના વિરુદ્ધ માળીયા મીંયાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ આર.એમ.ગરચરે આગળની તપાસ હાથ ધરી છે..!

રીક્ષા પલ્ટી જતા ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ સનરાજ પાર્ક વિસ્તારમાં રહેતા રહીમભાઇ લાખાભાઈ સુમરા નામના ૪૬ વર્ષીય યુવાનને વિસીપરામાં જ આવેલા કુલીનગર નજીક જલજલા પાન પાસે રીક્ષા પલ્ટી મારી જવાના અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના વિસ્તારમાં રહેતા ગંગાબાઈ ગોપાલભાઈ નામના ૩૭ વર્ષના મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે શોભેશ્વર રોડ ઉપર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ગંગાબાઇને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News