મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા


SHARE







મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલે તા.૧૧ ના સામાકાંઠે ઉમાટાઉનશીપથી ધામધૂમથી પોથીયાત્રા યોજવાની છે જેનું વિવિધ જ્ઞાતી સમાજો દ્રારા સ્વાગત કરાશે.બાદમાં ભાઇશ્રીના હસ્તે પ્રેસમિડીયાના મિત્રો તેમજ તેમના પરીવારોનું સન્માન અને કોરોનામાં દિવંગત થયેલા મૃતકોના પરીવારજનોને સાંત્વના પાઠવવામાં આવશે.તે પૂર્વે કથાની છેલ્લા ઘડીને તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સાથે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, નીરજભાઈ ભટ્ટ, બચુભા રાણા, અમૃતિયા પરિવારના સભ્યો સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે કરવામાં આવેલ જેમા ખૂબ મોટી સંખ્યામાંએ મૃતકોના સ્વજનો આવ્યા હતા અને ખૂબ જ લાગણીશીલ વાતાવરણ બન્યું હતુ.કથા સ્થળે ૫૦૦ થી વધારે કોરોના દિવંગતોના ફોટો રાખવામાં આવશે.પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે.તેમ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું.






Latest News