મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ગુજરાતની દરેક ગ્રામ પંચાયતના વિસ્તારમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અનિવાર્ય: આચાર્ય દેવવ્રતજી


SHARE











ગુજરાતની દરેક ગ્રામ પંચાયતના વિસ્તારમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અનિવાર્ય: આચાર્ય દેવવ્રતજી

મોરબી જિલ્લામાં આવેલ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજયના પંચાયત મંત્રી અને અહીંના જ ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિંહોરા સહિતનાઓની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ કરીને રાસાયણીક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તો તેઓની ખેતીની ઉપજ અને આવક બધામાં વધારો થાય તેવી વાત રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે  રાસાયણિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે તેના કારણે ખેતી ઉત્પાદન ક્ષમતા ઘટી છે જેથી દરેક પંચાયતના વિસ્તારમાં ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જનઆંદોલન દ્વારા પ્રાકૃતિ કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા અને તેમણે ખાસ કરીને સૌ પ્રથમ તો મોરબી જિલ્લામાં ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હોય તેમને યાદ કર્યા હતા અને સ્વામી દયાનંદ સરસ્વતીએ દેશની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ તૈયાર કર્યા હતા તેમજ મહિલા શિક્ષણ, અંધશ્રદ્ધા દૂર કરવી તેમજ કુરિવાજ દુર કરવા માટે ઘણું બધું કામ કર્યું હતું તેને યાદ કર્યુ હતુ.ત્યારબાદ ભારતના ખેડૂતો જે રાસાયણિક ખાતર જેમાં ખાસ કરીને ડીએપી અને યુરીયા વગેરેનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે તેમની ખેતી દિવસેને દિવસે બંજારા બનતી જાય છે અને ઉત્પાદન ક્ષમતા પણ જમીનની ઘટતી હોય તેવું જોવા મળે છે ત્યારે દેશના વડાપ્રધાન પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે ઓછા ખર્ચે અને ઓછા પાણીએ વધુ ખેતી કરવી હોય તો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ પાછું આવવું પડશે અને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પાણીની બચત થાય છે અને ખેતીમાં જીવમૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો પ્રથમ ત્રણ વર્ષ સુધી કદાચ ખેડુતનું ઉત્પાદન ઘટી શકે છે પરંતુ ત્યારબાદ તે લોકોને ઉત્પાદન સતત એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ તેમણે એ પણ કહ્યું હતું કે જીવામૃત બનાવવા માટે થઈને દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયના ગોબર અને ગૌમૃતનો ઉપયોગ કરવામાં આવે તો સૌથી સારુ પરિણામ મળે છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને કુરૂક્ષેત્રમાં ૨૦૦ એકર જેટલી ખેતીની જમીન આવેલી છે જેમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી તેઓની ખેતીની આવક દિવસેને દિવસે વધી રહી છે એટલે કે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને જો જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવશે તો સો ટકા તે લોકોની ઉપજ અને આવક વધશે તે નિશ્ચિત છે ત્યારે ખેતી અને ખેડુત મજબૂત બનાવવા માટે થઈને જો રાસાયણિક ખાતરને છોડીને માત્ર જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો જમીનને પણ સુધારી શકાય છે અને તેમાંથી પણ સારામાં સારી આવક મેળવી શકાય છે.






Latest News