વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી : સામખીયાળીથી બાઇકમાં ડબલ સવારીમાં માટેલ દર્શનાર્થે જઇ રહેલા બે યુવાનોને કાળનો ભેટો


SHARE











મોરબી : સામખીયાળીથી બાઇકમાં ડબલ સવારીમાં માટેલ દર્શનાર્થે જઇ રહેલા બે યુવાનોને કાળનો ભેટો

મોરબીના માળિયા મિંયાણા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામ પાસે ગત મોડી રાત્રીના ગોજારો વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવવામાં ડબલ સવારી બાઇક લઈને પુનમ નિમિતે માટેલ દર્શન માટે જઈ રહેલા સામખીયારી પંથકના બે યુવાનોના ઘટના સ્થળે ગંભીર ઇજાઓ થવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને બનાવ સંદર્ભે મૃતકના ભાઈ દ્વારા હાલમાં અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈ રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઈક નંબર જીજે ૧૨ એજે ૬૦૮૦ ને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ ગોઝારા અકસ્માત બનાવમાં ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉમર ૪૦) રહે.મહેસાણાનગર સામખીયાળી કચ્છ (ભુજ) તેમજ બાજુના ગામમાં રહેતા તેમના મિત્ર અમરશીભાઈ રણછોડભાઇ કોળી (ઉમર ૪૦) કે જે બંને ઇલેક્ટ્રિકનું કામકાજ કરતા હોય તેમના મોત નિપજયા હતા.તેઓ આજે પૂનમ નિમિત્તે માટેલ દર્શન કરવા માટે નીકળ્યા હતા.ગઈકાલે મોડીરાત્રીના ઇશ્વરભાઇ રાલવ અને અમરશીભાઇ કોળી બંને સામખયાળીથી બાઇક લઈને માટેલ (મોરબી) દર્શન કરવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન ગત મોડી રાત્રીના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના ટીંબડી ગામ પાસે ઉપરોક્ત વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં તેઓના બાઈકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઈશ્વરભાઈ કરશનભાઈ રાવલને માથાના ભાગે તેમજ તેની સાથે રહેલા અમરશીભાઈ કોળીને ગુપ્ત ભાગે અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના મોત નિપજયા હતા અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હોય હાલમાં મૃતક ઈશ્વરભાઈ રાવલના નાનાભાઈ નીતિનભાઈ કરશનભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉમર ૩૮) રહે.મહેસાણાનગર સામખયારી કચ્છ (ભુજ) વાળાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલમાં પીએસઆઇ ડી.વી.ડાંગર દ્વારા આ અંગે નોંધ કરીને ભાગી છુટેલા વાહન ચાલકને ઝડપી મળવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતો જયેશ મુનેશભાઈ ડાભી જાતે દેવીપુજક નામનો ૧૯ વર્ષનો યુવાન રાજકોટ હાઇવે ઉપરથી રિક્ષામાં જતો હતો ત્યારે એટોપ નજીક રીક્ષા પલ્ટી મારી જવાના બનાવમાં ઈજાઓ થતા જયેશભાઈ ડાભીને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મીંયાણાના નવલપર ગામે રહેતો અબ્દુલભાઈ દાઉદભાઈ પૈજા નામના ૨૫ વર્ષના યુવાનને ગામના પાણીના ટાંકા પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ અમરેલી રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ પહોંચતા રમેશભાઈ ધરમશીભાઈ દેલવાડીયા નામના ૩૬ વર્ષની યુવાનને સારવાર માટે દવાખાને લવાયો હતો અને હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે વાંકાનેરના રહેવાસી નરસીભાઈ અમરશીભાઈ વાઘેલા નામના ૨૫ વર્ષીય યુવાનને સિટી સ્ટેશન પાસે માધાપર માર્કેટ ચોક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે અહિંની સિવિલે ખસેડાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News