મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ચોરી કરવા આવેલા શખ્સને સિક્યુરીટી ગાર્ડ સહિતનાઓએ માર મારતા યુવાનનું મોત !: પોલીસ દોડતી


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક કારખાનામાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાના આધારે અજાણ્યા યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તે યુવાને બેભાન થઈ ગયો હતો ત્યારબાદ 108 અને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને 108 ની ટીમ સ્થળ ઉપર આવીને યુવાન મૃત્યુ પામ્યો હોવાની જાહેરાત કરી હતી જેથી કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને મૃત્યુ પામેલા યુવાની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ બનાવ હત્યાનો હોવાનું સામે આવી રહ્યુ હોય પોલીસે ગુનો નોંધવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક આવેલા મફત મિનરલ નામના કારખાનામાં વહેલી સવારે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરવા માટે ઓફિસ સુધી આવી ગયો હતો જેથી કારખાના સિક્યુરિટી ગાર્ડ સહિતનાઓ દ્વારા યુવાનને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તે યુવાન બેભાન થઈ ગયો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ અને 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને 108 ની ટીમ ઘટના પહોંચી હતી અને બેભાન હાલતમાં પડેલ યુવાન મૃત્યુ પામ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને માર મારવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હોય તેવો બનાવ સામે આવતા મૃતક યુવાનના મૃતદેહને પેનલ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને હાલમાં પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને હત્યારના શંકાસ્પદ બનાવવામાં ફરિયાદ લેવા તજવીજ શરૂ કરેલ છે






Latest News