મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પાંચોય તાલુકામાં મેઘાવી માહોલ, ધીમીધારે વરસાદ ચાલુ


SHARE







ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હાલમાં ગુજરાતના 40 કરતા વધુ તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓ પણ તેમાંથી બાકાત નથી અને આજે સાંજે 5:30 વાગ્યાના અરસાથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે વીજળી પડવાના કારણે દિવાલ તુટી પડી છે

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ધીમી ધારે પરંતુ સરેરાશ વરસાદ 100 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ સારો વરસાદ હતો જેના કારણે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર કરેલ કપાસ સહિતના પાકના વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને તેવા સમયે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 10 થી સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજે ગુજરાતના 40 કરતા વધુ તાલુકાઓની અંદર વરસાદ શરૂ થયો છે અને તેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓનો પણ સમાવેશ થાય છે આજે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસાથી મોરબી, માળિયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક નિચાણ વાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે વાહન ચાલકો, રાહદારીઓ, દુકાનદારો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ અવિરત ધીમીધારે વરસાદ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે અને હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં મુન્નાભાઈ દેવજીભાઈ સોલંકીની વાડીએ વીજળી પડી હતી અને એક ભેંસનું મોત થયું હોવાનું ટીડીઓ પાસેથી જાણવા મળ્યું છે






Latest News