મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં માતાપિતાના ઝઘડાથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ બાળાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબીમાં માતાપિતાના ઝઘડાથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ બાળાનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીના સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા નાગડાવાસમાં રહેતા પરપ્રાંતિય ખેત મજૂરની ૧૬ વર્ષની બાળાનું પરિવાર સાથે મિલાપ કરવામાં આવ્યું હતું. ગત ૨૧ જુલાઈએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૧૬ વર્ષની આ બાળાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી જેનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તે બાળક મૂળ મધ્યપ્રદેશની છે અને હાલ નાગડાવાસમાં ખેત મજૂરી કરતા તેના માતા-પિતા સાથે રહે છે માતા-પિતાનો ઝઘડો થતા તે કંટાળીને ઘરેથી કહ્યા વિના નીકળી ગઈ હતી.

૧૮૧ અભયમ હેલ્પલાઇનને આ બાળા મળતા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તે પરથી તેમને જાણવા મળ્યું કેઆ બાળાના માતા પિતા નાગડાવાસમાં ખેત મજૂરી કરે છે. સ્ટાફ દ્વારા ત્યાંના સ્થાનિક સરપંચશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બાળા તેના માતા-પિતા પાસે જવા સહમત ન હતી પરંતુ તેને મધ્યપ્રદેશમાં રહેતા તેના દાદાજી પાસે જ જવું હતું. જેથી ૧૮૧ અભયમ ટીમ અને સ્ટોપ સેન્ટર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરીને તેમજ બાળાના મામા તેમજ પિતાના સંપર્ક થકી દાદાજીનો સંપર્ક સાધી મધ્યપ્રદેશથી તેમને બોલાવવામાં આવ્યા હતા. અને ૨૬ જુલાઈના રોજ બાળાને હેમખેમ દાદાજીને સોંપી સખીવન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલાપ કરાવ્યું હતું. બાળાના દાદાજીએ સખીવન સ્ટોપ સેન્ટર મોરબીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો




Latest News