મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે સિમ્પોલો સિરામિકમાં ત્રણ મજૂર દાઝ્યા: એક યુવાનનું મોત


SHARE







મોરબીના ઘૂટું રોડે સિમ્પોલો સિરામિકમાં ત્રણ મજૂર દાઝ્યા: એક યુવાનનું મોત

મોરબી શહેરના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં કામગીરી દરમિયાન ત્રણ મજૂર દાઝી ગયા હતા જે પૈકીનો અકે યુવાન વધુ દાઝી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અન્ય બે મજૂરોને સારવાર માટે ખસેડવામાં આવેલ છે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો સીરામીક (simpolo ceramic) કારખાનામાં મજૂરો કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર શાંતિલાલ માવજીભાઇ (૫૮), મોદુસિંગ રમેશસિંગ (૨૪) અને પૂરણ અલ્લુભાઇ આહીવાર (૪૬) દાઝી ગયા હતા અને તેમાં કારખાનામાં જ રહેતો અને મજૂરી કામ કરતો પૂરણ અલ્લુભાઇ આહીવાર વધુ દાઝી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અન્ય બે મજૂરીને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને ગયા હતા અને દાજી જવાના કારણે જે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબીના માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થઈ રહેલ મૂળ તોરી અમરેલી ગામનો રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નવા સેવા સદન પાસે મહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો ચિરાગ સુરેશભાઈ વેકરીયા જાતે પટેલ (૨૦) પોતાના મિત્રનું બાઈક લઈને માળિયા ફાટક ચોકડી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા થવાથી ચિરાગ વેકરીયાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી નજીકના ભરતનગર ગામે રહેતો મિલનકુમાર જાગાણી (ઉંમર ૨૮) નામનો યુવાન મોરબીથી ભરતનગર ગામ જવા માટે નીકળ્યો હતો ત્યારે નવલખી ફાટક પાસે આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક વળાંક લઈ લેતા તેને બાઇકને બ્રેક મારતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ફ્રેક્ચર થતા મિલન જાગાણીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News