ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક સનહાર્ટ સિરામિકની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા નજીક સનહાર્ટ સિરામિકની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાનને તેની ઓરડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સિરામિક (sunheart ceramic)ની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ એમપીનો રહેવાસી સંજુભાઈ મનુભાઈ માવી (ઉંમર ૨૭) નામનો યુવાન પોતાની ઓરડીમાં હતો ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હળવદ રોડ ઉપર મીલી પાર્કમાં રહેતા છગનભાઈ રાઘવજીભાઈ દેત્રોજા (ઉંમર ૬૫) સીએનજી પમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર આવતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઈજા થતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોહનભાઈ અરજણભાઈ ચાવડા (ઉંમર ૫૧) નામના આધેડને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં મોહનભાઈ ચાવડાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News