મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

હળવદ નજીક યુવાનને કચડી નાખનાર આઇસર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદ નજીક યુવાનને કચડી નાખનાર આઇસર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદમાં આવેલ જીઆઇડીસી પાસેથી ડબલ સવારી બાઈક થોડા દિવસો પહેલા પાસર થતું હતું ત્યારે ધ્રાગધ્રાથી હળવદ આવતા બાઇકને આઇસર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને બે યુવાન રસ્તા ઉપર પટકાયા હતા અને ત્યારે આઇસરના તોતિંગ વ્હીલ એક યુવાન ઉપર ફરી જતાં વાહન નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં આઇસર ચાલકની સામે ફરિયાદ નોંધાઈ છે

હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાસે રહેતા બે યુવાનો ડબલ સવારી બાઈકમાં ધ્રાગધ્રાથી હળવદ બાજુ તા ૧૬/૭ ના રોજ આવી રહ્યા હતા ત્યારે હળવદમાં આવેલ જીઆઇડીસી સામે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેના બાઈકને પાછળથી આઇસર નંબર જીજે ૯ એવી ૯૨૨૩ ના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને બાઇકમાં બેઠેલ અશોકભાઈ દિલીપભાઈ રાજપરા રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળો રોડ ઉપર નીચે પડ્યો હતો તેના ઉપર આઇસર ફરી ગયું હતું જેથી કરીને વાહન નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવમાં કેશાભાઈ કાનાભાઈ પરમારને ઇજા થાત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઇ મનસુખભાઇ રાજપરાએ ફરિયાદ નોંધવાતા પોલીસે આઇસર ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News