હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે  કલેકટરની હાજરીમાં રિહર્સલ કરાયું


SHARE









મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે  કલેકટરની હાજરીમાં રિહર્સલ કરાયું

મોરબી જિલ્લા કક્ષાના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે  જિલ્લા કલેકટર જે.બી. પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું.


દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. મોરબી જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અન્ન, નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંત્રી આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે આ અંગેનો કાર્યક્રમ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે કોવીડ-૧૯ અંગેની અદ્યતન ગાઇડલાઇન મુજબ યોજવામાં આવશે. આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. તે પહેલા જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. અને રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર એન.કે. મુછાર, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ અને પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.




Latest News