મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના આશા પાર્ક-માળીયા વનાળિયામાં જુગારની રેડ: છ મહિલા સહિત ૧૩ જુગારી પકડાયા


SHARE







મોરબીના આશા પાર્ક-માળીયા વનાળિયામાં જુગારની રેડ: છ મહિલા સહિત ૧૩ જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા આશા પાર્ક સોસાયટી અને માળીયા વનાળિયા સોસાયટીમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની બે અલગ અલગ રેડ કરવામાં આવી હતી ત્યારે છ મહિલાઓ સહિત કુલ મળીને ૧૩ જુગારીઓ મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડ રકમ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી માળીયા વનાળિયા સોસાયટીમાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં રામદેવપીરના મંદિર પાસે જુગાર રમતા શંકર અમૃતલાલ બાંભણીયા, કરણ ખેંગારભાઈ મકવાણા, ચિરાગ અમૃતભાઈ સાગઠીયા, અફઝલ અકબરભાઈ સમા, સાહિલ ઉમેશભાઈ પંચાસરા, કેવલ નટુભાઈ બાબરીયા અને પ્રભાત રામજીભાઇ મકવાણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૭૮૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે જુગારની બીજી રેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલા આશા પાર્ક સોસાયટીમાં કરવામાં આવી હતી ત્યાં મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા અમૃતબેન હીરાભાઈ બલાસરા, હંસાબા બનુભા ઝાલા, ધર્મિષ્ઠાબા દિલીપસિંહ ઝાલા, અંકિતાબેન કિશનભાઇ શર્મા, ઉમાબા કિરીટસિંહ ઝાલા અને પ્રફુલાબા પ્રદ્યુમનસિંહ ચુડાસમા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી ૨૬૩૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દવા પી ગયા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં નજરબાગ પાસે રહેતા સંજયભાઈ ચૌહાણના પત્ની રંજનબેન (ઉંમર ૨૯) કોઈ કારણોસર પોતાના ઘરે વધુ પડતી ઉંઘની દવાઓ પી ગયા હતા જેથી કરીને તેઓને ઝેરી અસર થતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

ઝેરી અસર


મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ ડોલ્ફીન સીરામીકની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં ખીમજીભાઈના પત્ની સુનિતાબેન પરમાર (ઉંમર ૨૮) કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થઇ હતી જેથી કરીને તેમને પ્રથમ મોરબી જવા માટે ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને હાલમાં તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News