મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં દારૂની જુદી-જુદી ત્રણ રેડ: ૯ બોટલ  દારૂ સાથે ત્રણ પકડાયા


SHARE













 

મોરબી શહેરમાં દારૂની જુદી-જુદી ત્રણ રેડ: ૯ બોટલ  દારૂ સાથે ત્રણ પકડાયા

મોરબી શહેરમાં ઘાંચી શેરી, કબીર આશ્રમ રોડ અને મહેન્દ્રનગર ચોકડી પાસે દારૂની જુદી-જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે મળીને ૯ બોટલ દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને આ શખ્સોની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે મોરબી શહેરના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીમાં રહેતા કિશન ભીખાભાઈ રાવળદેવ (ઉંમર વર્ષ ૨૦) નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી જે દારૂની બોટલ મળી તે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તાર પાસે આવેલ ઘાંચી શેરીમાં રહેતા સુલતાન અબ્બાસભાઈ નોતીયાર (ઉંમર વર્ષ ૩૦) ના રહેણાંક મકાનની અંદર હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી ચાર બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ સાથે હાલમાં સુલતાનની ધરપકડ કરેલ છે જ્યારે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવ એન્જિનિયરિંગ નામની દુકાનમાં દારૂ હોવાની બાતમી આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે શિવ એન્જિનિયરિંગ નામની દુકાનમાંથી ત્રણ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે અલ્કેશ રામજીભાઈ થડોદા જાતે પટેલ (૩૬) પાસેથી ૨૫૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને હાલમાં તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
 

યુવાન સારવારમાં

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા પ્યારું દાદુભાઇ સલાટ (ઉંમર ૩૪) નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ જમાદાર વિ.પી. છાસિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

વિછી કરડ્યો

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કિરીટભાઈ સોલંકીના પત્ની આશાબેને (ઉંમર ૪૨) ઘરે હતા ત્યારે તેમના ઘરની બાજુમાં તેઓને વિછી કરડી જતાં તેઓને ઝેરી અસર થઇ હતી માટે આશાબેન સોલંકીને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 





Latest News