મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો: આજે સેમિનાર યોજાશે


SHARE







મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો: આજે સેમિનાર યોજાશે

મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો તેમજ ઇન્ટરવ્યૂનો કાર્યક્ર્મ યોજાયો હતો અને યોગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક તાલીમ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લામાં ગઇકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરના સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ યોગ ટ્રેનરના ઇન્ટરવ્યૂ ગોઠવેલ હતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છના  ઝોન યોગ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીકચ્છ જિલ્લાના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ યોગ ટ્રેનરના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવેલ હતા આ આયોજન મોરબી જિલ્લાના યોગ કો ઓર્ડીનેટર વાલજી પી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં ફીટ થાય બાદ તમામ યોગ ટ્રેનર દ્વારા પોતાના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર હેઠળ નિ:શુલ્ક યોગ વર્ગો શરૂ કરશે.તેમજ તા.૩૦ ને ગુરુવારના રોજ બપોરે ૪ થી ૫ દરમિયાન યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન વિનય કરાટે એકેડમી અને ભક્તિ યોગ સેન્ટરશ્રી હરિ કૉમ્પ્લેક્સઅવની ચોકડી મોરબી ખાતે કરવામાં આવેલ છે. અને વધુ માહિતી મેળવવા માટે ૯૫૮૬૨ ૮૨૫૨૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકે જણાવ્યુ છે 






Latest News