મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ


SHARE







મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ

આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા સાથે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર જય રહી છે ત્યારે મોરબી જિલ્લાના મોરબી અને વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પહોચી હતી અને તેની સાથે આવેલ ઈસુદાન ગઢવી, કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનો પણ મોરબીના પ્રવાસે આવ્યા હતા અને ગઇકાલે મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનોએ ભાજપ અને ભાજપ  સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા

મોરબીના બાપાસિતારામ ચોકમાં કૈલાશદાન ગઢવીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યારે કૈલાશદાન ગઢવીએ ભાજપને આડે હાથે લીધી હતી અને છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ કૌભાંડ અને પેપર લીક થવા સહિતના મુદે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેના કૌભાંડોનો જવાબ લોકો આપવાના જ છે પરંતુ આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં જે કૌભાંડ કરીને જે ખાઈ ગયા છે તે પાછા લાવીશું તેવું પણ તેને કમિટમેંટ આપ્યું હતું આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ અને આમ આદમી પાર્ટીના સભ્ય ગિરીશભાઈ પેથાપરા, જિલ્લાના મહામંત્રી સંજયભાઇ ભટાસણા, પરેશભાઈ પરિયા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News