મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાતની ૨૫૦ યુવતીઓને મોરબીમાં રાઈફલ શુટિંગ, લાઠી, તલવાર અને છૂરા બાજી સહિતની તાલીમ


SHARE





ગુજરાતની ૨૫૦ યુવતીઓને મોરબીમાં રાઈફલ શુટિંગ, લાઠી, તલવાર અને છૂરા બાજી સહિતની તાલીમ

વર્તમાન સમયમાં ઘણી વખત યુવતીઓ અને તેના પરિવારજનોએ કલ્પના પણ ન કરી હોય તેવા બનાવો બનતા હોય છે અને આવી ક્ષણમાં યુવતી પોતે આત્મનિર્ભર બનીને આત્મરક્ષણ કરી શકે તે માટે થઈને ગુજરાત પ્રાંતીય આર્ય વીરાંગના દળ દ્વારા મોરબીના સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી વિદ્યાલય ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવતીઓને રાઈફલ શુટિંગ, લાઠી બાજી, તલવાર બાજી, છૂરા બાજી સહિતની તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરી કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં યુવતી પોતાનો બચાવ પોતાની જાતે કરી શકે અને તેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બને તેવી તાલીમ આ શિબિરમાં આપવામાં આવી રહી છે

થોડા સમય પહેલા સુરતમાં જાહેરમાં ગ્રીષ્મા નામની યુવતીનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે આ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેતલસરમાં યુવતીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવતીઓ સાથે તેમજ મહિલાઓ સાથે દુષ્કર્મ અને અન્ય અનેક એવી ઘટનાઓ છેલ્લા કેટલા વર્ષની અંદર સામે આવી છે જેથી યુવતીઓ અને મહિલાઓ આત્મનિર્ભર બનીને આત્મરક્ષણ કરી શકે તેવી તાલીમ લેવી અનિવાર્ય બની છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી દરમિયાન મોરબીમાં સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી વિદ્યાલય ખાતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રાંતીય આર્ય વીરાંગના દળના સહકારથી ગુજરાત કક્ષાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર, કચ્છ, આણંદ, અમદાવાદ સહિતના જુદા જુદા જીલ્લાઓમાંથી અંદાજે અઢીસો જેટલી યુવતીઓ આવેલી છે અને તેમને હાલમાં દિલ્હીથી આવેલા આર્ય વીરાંગના દળના સંચાલક દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને યુવતીઓને તલવારબાજી,  લાઠીબાજી, છૂરાબાજી, કરાટે, રાઈફલ શુટિંગ સહિતની તાલીમ આપવામાં આવી રહી છે તેની સાથોસાથ ભારતીય સંસ્કૃતિનું પણ જતન થાય તે માટે યજ્ઞ વિધિ અને અન્ય ભારતીય સંસ્કૃતિ વિશેની પણ જાણકારી અને માહિતી આ શિબિર અંતર્ગત આપવામાં આવી રહી છે તેવું દિલ્હીના આર્ય દળના પ્રધાન શિક્ષિકા અભિલાષા આર્યએ જણાવ્યુ છે

મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, આ શિબિરમાં યુવતીઓને સમૂહમાં રહેવું, સંગઠિત રહેવું તેમજ એકલા હોય ત્યારે કોઈ આપત્તિ આવી પડે તો તેનો સામનો કઈ રીતે કરવો તેના માટે માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે અને આવી શિબિર થકી યુવતીઓ શરરિક અને માનસિક રીતે ખૂબ મજબૂત બને છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશોયક્તિ નથી આ શિબિરમાં તાલીમ લેવા માટે આવેલ મુંધવા માયા, આસોદરિયા ભૌતિ, દ્રષ્ટિ પટેલ સહિતની યુવતીઓએ કહ્યું હતું કે, દિવસને દિવસે સમય વધુને વધુ ખરાબ આવતો જાય છે અને યુવતીઓ તેમજ દીકરીઓની સલામતી  સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે દીકરીઓ પણ સારી રીતે પોતાનું આત્મરક્ષણ કરી શકે એટલું જ નહીં પરંતુ બીજાને પણ બચાવી શકે તે માટે તેને રાઈફલ શુટિંગ, લાઠીબાજી, તલવારબાજી, છૂરાબાજી વિગેરે આવતું હોવું જોઈએ તે સમાયની માંગ છે જેથી કરીને માતા પિતા પણ પોતાની દીકરીઓને આવી શિબિરમાં મોકલે તે જરૂરી છે




Latest News