મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ
SHARE
મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ
મોરબી શહેરના વાવડી ચોકડી અને પંચાસર ચોકડી વચ્ચેના માર્ગ પર છેલ્લા એકાદ મહિનાથી એક બોલેરો કાર રસ્તાની વચ્ચે પડેલી હોવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હોવાની ફરિયાદ સામે આવી છે.મુખ્ય માર્ગ ઉપર લાંબા સમયથી પડેલી આ બિનવારસી બોલેરો કારને હટાવવામાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને રાત્રિના સમયે પૂરતી તકેદારી વિના પસાર થતા વાહનચાલકો માટે આ કાર ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.વાહનચાલકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, જો આ રસ્તા ઉપર પડેલી બોલેરો કારના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની ? મોરબીના મુખ્ય માર્ગો પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવી જરૂરી છે.અગાઉ પણ વાવડી રોડ ઉપર ટ્રાફિક અને ખરાબ રસ્તા સંબંધિત સમસ્યાઓને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે.અને ચકકાજામ થયા હતા.હવે તંત્ર દ્વારા આ બોલેરો કારને તાત્કાલિક રસ્તા પરથી હટાવી વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.









