જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ


SHARE





જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ

સમાજમાં જરૂરિયાતમંદ બાળકોની મદદ કરવી અને તેમને પ્રેમપૂર્વક ભોજન કરાવવું એ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ છે.દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ શ્રી લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળા, શનાળા બાયપાસ, મોરબીના ૨૮૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિરાટ એક્ષપ્રેસ બાયપાસ રોડ, મોરબીના સંચાલક સેવાભાવી ધિરૂભાઈ ભોરણીયા અને રાજુભાઈ ભોરણીયા દ્વારા ભરપેટ ફુલ થાળી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પ્રેમ, લાગણી અને આત્મીયતા સાથે ભોજન કરાવી ભોરણીયા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.બાળકો માટે માત્ર ભોજન જ નહીં, પરંતુ આ પ્રસંગે મળેલો પ્રેમ અને સ્નેહ પણ યાદગાર બની રહ્યો હતો.ભોજન દરમિયાન શાળાના તમામ બાળકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.જરૂરિયાતમંદ અને સામાન્ય પરિવારના બાળકોને મદદરૂપ થવું, તેમને સમાનતાનો અનુભવ કરાવવો અને સમાજમાં માનવસેવાની ભાવના કેળવવી તે દિશામાં આ પહેલ પ્રેરણાદાયી બની છે.આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં દાન, સેવા અને માનવતા જેવા મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે.ભોરણીયા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવેલી આ પહેલને શાળા પરિવાર તથા વાલીઓ દ્વારા આવકારવામાં આવી હતી.




Latest News