જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં માથામાં ઇજા થતાં યુવાનનું મોત


SHARE





હળવદ નજીક બાઇકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં માથામાં ઇજા થતાં યુવાનનું મોત

હળવદના શક્તિનગર સુપર ગામ પાસે શોરૂમ નજીક હાઈવે રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો અને ખુટિયા સાથે બાઇક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ધાંગધ્રા તાલુકાના જીવા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે પ્રિયા સેનેટરીની પાછળના ભાગમાં રહેતા મોહનભાઈ ગોસાઈ (57)નો દીકરો શંકરગિરી મોહનગીરી ગોસાઈ (26) તેના ભાઇનું બાઇક નંબર જીજે 13 બીએમ 4787 લઈને હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ શક્તિનગર સુપર ગામ પાસે શોરૂમની સામેના ભાગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે અચાનક ખુટિયો આવ્યો હતો જેથી ખુટીયા સાથે તેનું બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં શંકરગિરી ગોસાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા મોહનભાઈ ગોસાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દારૂની એક બોટલ જેની કિંમત 375 રૂપિયાના મુદામાલ સાથે અમિત કિરણભાઈ ગરચરની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રાજુ જારીયા રહે. મોરબી વાળા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ સોસાયટીમાં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ દેત્રોજા (68) અને તેના પત્ની અનસોયાબેન રણછોડભાઈ દેત્રોજા (65) ને ઇજાઓ થઈ હોવાથી તેઓને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News