જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર શહેરમાં જુદીજુદી 4 જગ્યાએ જુગારની રેડમાં 22 શખ્સ પકડાયા


SHARE





મોરબી અને વાંકાનેર શહેરમાં જુદીજુદી 4 જગ્યાએ જુગારની રેડમાં 22 શખ્સ પકડાયા

મોરબીના વીસીપરા સ્મશાન રોડ ઉપર મિલની ચાલી પાસે, ઇન્દિરાનગર વિસ્તારમાં, યોગીનગર પાછળ મફતિયાપરામાં અને વાંકાનેર નજીક આવેલ નવી રાતીદેવરી ગામે દેવીપુજક વાસ પાછળ ચેકડેમ નજીક જુગારની રેડ કરી હતી આ ત્રણ રેડમાં કુલ મળીને 22 શખ્સોને પકડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વીસીપરા સ્મશાન રોડ ઉપર મિલની ચાલી પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા આદમભાઈ કરીમભાઈ કટીયા (50), અહેમદભાઈ અલારખાભાઈ હિંગરોજા (28), અસલમભાઈ કરીમભાઈ કટિયા (35) અને રહીમભાઈ હસનભાઈ સુમરા (28) રહે બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જયારે મોરબીમાં ઇન્દિરાનગર વિસ્તારમાં શેરીમાં જુગાર રમતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ મનુભાઈ વરાણીયા (25), રવિભાઈ બાબુભાઈ હમીરપરા (26), સલીમભાઈ ઉમરભાઈ કટિયા ,33), પ્રકાશભાઈ ગોરધનભાઈ કેરવાડીયા (25) અને રવિભાઈ નાથાભાઈ મજેઠીયા (19) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીમાં આવેલી યોગીનગર પાછળ મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુરેશભાઈ દેવકણભાઈ બારૈયા (33), મુનેશભાઈ લાખાભાઈ સુરેલા (45), સંજયભાઈ મનુભાઈ સનુરા (34), રવિભાઈ હરેશભાઈ દેગામા (24) અને આનંદભાઈ અશોકભાઈ સીતાપરા (26) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6,280 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના ત્રણ ગુના નોંધાયેલ છે. તો વાંકાનેર નજીક આવેલ નવી રાતીદેવરી ગામે દેવીપુજક વાસ પાછળ ચેકડેમ નજીક ખુલી જગ્યામાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી નરેન્દ્રભાઈ હેમરાજભાઈ વોરા (27), અરવિંદભાઈ મનજીભાઈ વિકાણી (40), પ્રકાશભાઈ વાલજીભાઈ વોરા (38), જયંતીભાઈ વિનુભાઈ સોલંકી (28), અશ્વિનભાઈ મનુભાઈ વિકાણી (19), ભવનભાઈ કુંવરજીભાઈ વિકાણી (27), રણછોડભાઈ પ્રેમજીભાઈ કુકાવા (50) અને વિપુલભાઈ ઘોઘાભાઈ સોલંકી (33) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,220 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News