મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના
મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું
SHARE
મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું
મોરબીના વીસીપરામાં હનુમાન મંદિર પાસે રહેતા અને મુળ ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લાના ખલીલાના બરદહીયા બાંભર ખાતેના વતની સંદિપ રામમિલનભાઇ ગુપ્તા (27)એ સીટી બી-ડીવીઝન પોલીસ મથકે આવી જાહેર કર્યું હતું કે તેમના પત્ની ક્રાંતિબેન (25) તા.20ના બપોરે એકાદ વાગ્યે ઘરેથી કંઇ કહ્યા વગર ચાલ્યા ગયેલ છે. ઘરમેળે શોધખોળ છતાં ક્રાંતિબેનનો પતો ન લાગતા ગુમસુધા નોંધ દાખલ કરી જમાદાર મુકેશભાઇ ચાવડાએ ગુમ થયેલ પરિણીતાની શોધખોળ શરુ કરેલ છે.
જ્યારે પાનેલી ગામેથી થોડા સમય પહેલા નેહાબેન વશરામભાઇ જેરામભાઇ વઢળુકીયા નામની 21 વર્ષની યુવતી ગુમ થયેલ હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે ગુમ થયેલ નેહાબેને ગામના જ કિશોર તરશીભાઇ ડાભી સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે ચાલ્યા ગયા હતા.
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના સાદુળકા ગામ રહી મજુરીકામ કરતા રેશ્માબેન દિતલીયાભાઇ ધન્તા (42)ને સાપ કરડી જતા સારવારમાં સિવિલે લઇ જવાયા હતા. જ્યારે મકનસર ગામે આવેલ બ્રીજ નજીક રહેતા વાસુદેવ રમેશભાઇ દેગામા (23)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લવાયો હતો. આમરણ ગામે વાડીએ સાપ કરડી જતાં ભરતભાઇ છગનભાઇ ગોધાણી (60) નામના વૃધ્ધને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે થયેલ વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા જીજ્ઞેશ અમરશીભાઇ ડાભી (35) (રહે. લક્ષ્મીનગર મોરબી) નામના યુવાનને સરકારી હોસ્પીટલે સારવારમાં લઇ જવાયો હતો. જ્યારે અમરેલી ગામે રહેતા હરખજીભાઇ પ્રભુભાઇ જીંજુવાડીયા (50) નામના આધેડ ગામમાં કાળુભાઇની વાડીએ કામ કરતાં હતા ત્યાં ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબીના લાલપર ગામે રહેતો ધીરેન્દ્ર રામકુમાર રાજપુત નામનો 32 વર્ષનો યુવાન લાલપર ખાતેના ફ્લાય ઓવર બ્રીજ પાસે હતો ત્યાં વાહન અકસ્માતમાં ઇજા થતાં અહીંની સિવિલ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સામાકાંઠે ઘુંટુ રોડ ઉપરથી અર્ધબેભાન હાલતમાં રાજેશભાઇ (ઉ.વ.આ. 52)ને સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા.
જ્યારે સામાકાંઠે સક્રિટ હાઉસની સામે રહેતા ધર્મેશ સુનિલભાઇ બારૈયા નામના 10 વર્ષના બાળકને સાપ કરડી જતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ બગથળા ગામની સિમમાં વાડી વિસ્તારમાં સાપ કરડી જતા રમીલાબેન કાનાભાઇ (30) રહે. માણેકવાડાને સિવિલે લાવવામાં આવ્યા હતા. વનાળીયા (શારદાનગર) ગામે વાડીએ લાકડા કાપતા સમયે કુહાડી લાગી જતાં જયદિપ બચુભાઇ રાઠોડ (35) રહે. વનાળીયાને સિવિલે લવાયો હતો