મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE







મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલને અમદાવાદના એક વ્યક્તિએ ૬.૩૩ લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ કેસ કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ તથા ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની માહિતી મુજબ મોરબીની ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ સામે મોરબીની કોર્ટમાં ૬,૩૩,૨૫૧ નો ચેક રીર્ટન થયો હોવાની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરી હતી. જે કેસ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની સમક્ષ ચાલી જતાં ફરીયાદીના વકીલ દ્વારા કરાયેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રત્નીવીર જવરામ શુકલ રહે. અમદાવાદ વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ કરવામાં આવેલ છે તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કરવાં આવેલ છે અને જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ ચિરાગભાઈ ડી. કારીઆરવીભાઈ કે. કારીયાજગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.






Latest News