મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને


SHARE







મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને

મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત પંચાસર રોડ પર આવેલ નંદી ઘરમાં શહેરમાં રખડતાં આસરે ૨૨૦૦ જેટલા આખલા અને ખુટીયા પકડીને  રાખવામાં આવેલ છે. પરંતુ તેના ચાર અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી ફક્ત સરકાર કે નગરપાલિકાની નહીં પણ મોરબીના તમામ લોકોની છે ત્યારે આપણી સૌની સહિયારી ફરજ સમજીને સારી રીતે અબોલજીવને પુરતો ખોરાક મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા લોકોને સહયોગ આપવા માટે અપીલ કારમાં આવી છે

વધુમાં જણાવ્યુ છે કે, અહી એક દિવસમાં ૯૦૦ મણ લીલો ઘાસચારો જોઈએ છે જેના માટે દૈનિક ૭૮૦૦૦ નો ખર્ચ થાય છે અને ઉનાળામાં લીલો ઘાસચારો મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ગૌવંશ માટે પરીષદના સભ્યો તથા દાતાઓના સહયોગથી ફાળો એકત્ર કરી ઘાસચારો નાખવાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતે વ્યક્તિને યોગ્ય લાગે તેટલાં રૂપિયાનું અનુદાન એક અઠવાડિયામાં એટલે કે તા ૪ સુધીમાં આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને આ અનુદાન ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના ડો જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૩૧૪), મંત્રી અશ્વિનભાઈ રાઠોડ (૯૭૨૬૯૨૧૩૮૪) તેમજ કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૮૮) અને પંકજભાઈ ફેફરનો સંપર્ક કરીને આપવાનો રહેશે અને તા ૭ ના રોજ એકત્રિત થયેલ રકમમાંથી ઘાસચારો આપવામાં આવશે






Latest News