મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોનામાં નિરાધાર બનેલા ૧૨ બાળકોને દર મહિને મળશે ૪૦૦૦ ની સહાય


SHARE









મોરબી જિલ્લામાં કોરોનામાં નિરાધાર બનેલા ૧૨ બાળકોને દર મહિને મળશે ૪૦૦૦ ની સહાય

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે અને જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો કે જેમણે પોતાના માતા-પિતા કોરોનામાં ગુમાવ્યા હશે કે પછી માતા અથવા તો પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને સરકાર તરફથી ૪૦૦૦ ની સહાય ચૂકવવામાં આવશે તે યોજના હેઠળ મોરબી જિલ્લાના ૧૨ બાળકોને સહાય આપવામાં આવી હતી


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”નો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના થકી ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલાછત્રછાયા ખોઇ ચૂકેલા બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય ચૂકવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોરબી ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર જે.બી. પટેલજિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાજિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાઅધિક કલેક્ટર એન.કે. મુછારના હસ્તે પ્રતિકરૂપે પાંચ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિત ની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને તેમણે બિરદાવ્યું હતું. અને નિરાધાર બનેલા બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મોરબીના ચેરમેન તથા સભ્યોજુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો તેમજ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓ અને પાલક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

 





Latest News